Home> Entertainment
Advertisement
Prev
Next

#MeToo : યૌનશોષણના આરોપ સાથે જ સાજિદના હાથમાંથી સરકી 'Housefull 4', અક્કીએ દેખાડી લાલ આંખ

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી સાજિદ ખાને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે

#MeToo : યૌનશોષણના આરોપ સાથે જ સાજિદના હાથમાંથી સરકી 'Housefull 4', અક્કીએ દેખાડી લાલ આંખ

નવી દિલ્હી : #MeToo કેમ્પેઇન અંતર્ગત બોલિવૂડના સ્ટાર ડિરેક્ટર ગણાતા સાજિદ ખાન પર ત્રણ મહિલાઓએ જાતીય સતામણીના આરોપ મૂક્યા છે. હાલમાં સાજિદ 'હાઉસફુલ 4'ના શૂટિંગમાં વ્યસ્ત છે જેમાં અન્ય આરોપી નાના પાટેકર પણ કામ કરી રહ્યા છે. દેશમાં #MeTooના વધી રહેલા જુવાળને જોઈને 'હાઉસફુલ 4'ના એક્ટર અક્ષયકુમારે એને ટેકો આપવા માટે ફિલ્મનું શૂટિંગ કેન્સલ કરી દીધું હતું અને હવે સાજિદ ખાને જ આ ફિલ્મ છોડી દીધી છે. 

#MeToo : જ્યારે સાજિદ ખાને અસિસ્ટન્ટ સામે ઉતારી નાખ્યું પોતાનું પેન્ટ ! ત્રણ મહિલાઓએ મૂક્યા જાતીય સતામણીના આરોપ

અક્ષય કુમારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું ગઈકાલે રાત્રે જ દેશમાં આવ્યો છું. મેં જે સમાચાર વાંચ્યા તે ખરેખર હેરાન કરી મૂકે તેવા છે. તેની સામે કડક પગલા ભરાવા જરૂરી છે. જેની સામે જાતીય સતામણીના આરોપ લાગેલા હોય અથવા તો આરોપ પુરવાર થયો હોય તેવા લોકો સાથે હું કામ નહિં કરુ. અક્ષયે માંગ કરી છે કે જેની સામે આરોપ લાગ્યા છે તેમની પીડા સાંભળવામાં આવે અને તેમને યોગ્ય ન્યાય મળે. 

#Me Too : સળગતા મામલે સુસ્મિતા સેનનું આવ્યું મોટું નિવેદન 
 

થોડા સમય પહેલાં સહયોગ વેબસાઇટ બોલિવૂડ લાઇફે ખુલાસો કર્યો હતો કે અક્ષયકુમારની મલ્ટિસ્ટારર 'હાઉસફુલ 4'ના ડિરેક્શનમાંથી સાજિદને હટાવી દેવામાં આવશે. સાજિદે હવે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, ''મારા વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપ અને મારા પરિવાર, પ્રોડ્યુસર તેમજ હાઉસફુલ 4ના સ્ટાર્સ પર વધી રહેલા દબાણને પગલે હું મારી નૈતિક જવાબદારી સમજીને ફિલ્મના ડિરેક્ટરના પદ પરથી મારી જાતને અલગ કરી રહ્યો છું. હું મીડિયાના મારા મિત્રોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને જ્યાં સુધી સત્ય જાહેર ન થાય ત્યાં સુધી કોઈ નિર્ણય પર ન પહોંચે.''

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More